Khergam : પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વેણ ફળિયાની દિકરી કાજલબેન સુરેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમણે બી.એડ,અને PGDMLT નો અભ્યાસ પૂર્ણ કરેલ છે.
આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે શાળાનાં આચાર્યશ્રી બબીતાબેન પટેલ દ્વારા તેમનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તિ ગીત, બાળગીત, વકૃત્વ અને અભિનય ગીત, એકપાત્રિય અભિનય રજૂ કરી ગ્રામજનોને મનોરંજન પૂરું પાડયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શાળાનાં એસ.એમ.સી. સભ્યો, શિક્ષણવિદ્ ઈશ્વરભાઈ બી.પટેલ, રાજેશભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, શાકભાજીના વેપારી અમિતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, નિવૃત્ત પોસ્ટમેન ઉત્તમભાઈ પટેલ, યુવામંડળ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments