Advertisement

Responsive Advertisement

Khergam (panikhadak school) : પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને 'પ્રતિભાશાળી શિક્ષક ' તરીકે સન્માનિત.

  

Khergam (panikhadak school) : પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને 'પ્રતિભાશાળી શિક્ષક ' તરીકે સન્માનિત.

૭૫માં પ્રજાસત્તાક રાષ્ટ્રીય પર્વના દિને પાણીખડક પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક  તરીકે ફરજ બજાવતા શ્રી બલ્લુભાઈ લલ્લુભાઈ પટેલને  ધ્વજવંદનનાં  પ્રમુખશ્રી વિરલભાઈ વી .દેસાઈ (લેકચરર) અને સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રમુખશ્રી ચુનીલાલ પી પટેલ (પૂર્વ ઓડિટર)ના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

જે તેમને ૨૦૨૩-૨૪ના દ્વિતીય સત્ર દરમ્યાન સમગ્ર પાણીખડક ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર મેળવવા માટે લાયક ગણવામાં આવ્યા હતા.

આ 'પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર ' દર વર્ષે રાષ્ટ્રીય પર્વના દિને શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. આવી રીતે શિક્ષકને બિરદાવવાનું શ્રેય ડો. વિનોદ રાવ (IAS) સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ) ગુજરાત રાજ્ય, ગાંધીનગરને ફાળે જાય છે. કારણ કે સી.આર.સી. લેવલે દર વર્ષે  સન્માન કરવાનો ઉચ્ચ વિચાર ડૉ. વિનોદ રાવ સાહેબ સિવાય આજદિન સુધી કોઈ IAS અધિકારીને આવ્યો ન હતો. તેમણે આ પ્રતિભાશાળી શિક્ષક સન્માન પત્ર દ્વારા શિક્ષકોમાં શૈક્ષણિક ક્ષેત્રે  શૈક્ષણિક ગુણવત્તાનો ગ્રાફ સુધારવા માટે અમલમાં મૂક્યો છે. જે શિક્ષકોને ઉત્સાહથી કામ કરવાનું બળ પૂરું પાડે છે.

આ પ્રતિભાશાળી શિક્ષક સન્માન મેળવવા બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ બલ્લુભાઈ પટેલને 'શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી ' માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

Post a Comment

0 Comments