Advertisement

Responsive Advertisement

Khergam (Kumar shala): કુમાર શાળા ખેરગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવણી.

  


Khergam (Kumar shala): કુમાર શાળા ખેરગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવણી.

તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધામધૂમથી ૭૫મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો.

જેમાં સૌ પ્રથમ ધ્વજવંદન શાળા  ભણેલી દિકરી સ્વાતિબેન અશ્વિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમણે MA B. Ed. નો અભ્યાસ પૂર્ણ કરી હાલ શાળામાં સેવા આપે છે.

ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ -૭A નાં બાળકો દ્વારા દેશભક્તિ ગીત, ધોરણ ૩ અને ૪નાં બાળકો દ્વારા અભિનય ગીત, ધોરણ ૪અને ૫નાં બાળકો દ્વારા અભિનય ગીત, બાલવાટિકાનાં બાળકો દ્વારા બાળગીત, ધોરણ ૨ અભિનય ગીત, ધોરણ ૬A ગુજરાતી ગીત, ધોરણ ૭B નાટક, ધોરણ ૮ આદિવાસી ગીત, અને ધોરણ ૬B દ્વારા દેશભક્તિ ગીત જેવી ૧૦ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જુદીજુદી કૃતિઓ માટે વાલીઓ તરફથી દાન આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ દેખાવ કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નટુભાઈ પટેલ માજી સરપંચશ્રી, હેમાબેન રણજીત ભાઈ પટેલ, smc અધ્યક્ષ શરદકુમાર પટેલ, નાનુભાઈ લાડ,ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, સંજયભાઈ પટેલ વગેરે તથા ગ્રામજનો અને વાલી મિત્રો હાજર રહ્યા હતા.







Post a Comment

0 Comments