INSPIRE Award–MANAK અંતર્ગત ગણદેવી તાલુકાના દેવસર પ્રા.વિ. નં. 2ના વિદ્યાર્થી તનય પટેલની રાષ્ટ્રીય સ્તરે પસંદગી.
વર્ષ 2024–25ના INSPIRE Award–MANAK કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાંથી માત્ર 10 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લામાંથી એકમાત્ર પ્રોજેક્ટ તરીકે પ્રાથમિક શાળા દેવસર નં. 2ના વિદ્યાર્થી તનય રાજુભાઈ પટેલના પ્રોજેક્ટની પસંદગી થવી ગૌરવની બાબત છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો તથા ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ પ્રસંગે જણાવવામાં આવ્યું છે કે NIF–ગાંધીનગર દ્વારા તા. 29 અને 30 જાન્યુઆરી, 2026ના રોજ રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયેલ વર્ષ 2023–24 તથા 2024–25ના વિદ્યાર્થીઓ માટે મેન્ટરિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓએ પોતાના માર્ગદર્શક શિક્ષક સાથે સમયસર હાજર રહેવાનું જણાવાયું છે.
વિદ્યાર્થી તનય પટેલની આ સિદ્ધિથી શાળા તેમજ સમગ્ર વિસ્તારનું નામ ઉજાગર થયું છે.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ સહિત હોદ્દેદારો, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, મહામંત્રીશ્રી સતિષભાઈ આહીર સહિત હોદ્દેદારોએ અભિનંદન સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.


0 Comments