Advertisement

Responsive Advertisement

નવસારીનું ગૌરવ: રીકી પટેલની INSPIRE Awardમાં રાજ્ય કક્ષાએ પસંદગી.

   નવસારીનું ગૌરવ: રીકી પટેલની INSPIRE Awardમાં રાજ્ય કક્ષાએ પસંદગી.


 વર્ષ 2023/24ની INSPIRE Award–MANAK યોજનામાં પ્રાથમિક વિદ્યામંદિર, અંભેટાના વિદ્યાર્થી રીકી બાબુભાઇ પટેલે રાજ્ય કક્ષાએ ગૌરવસભર સિદ્ધિ હાંસલ કરી છે. રીકી પટેલ દ્વારા તૈયાર કરાયેલ “Patient Monitoring System” નામની નવીન કૃતિ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલા માત્ર 10 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સમાં સ્થાન પામીને રાજ્ય વિજેતા બની છે. નવસારી જિલ્લામાંથી પસંદ થયેલા ત્રણ પ્રોજેક્ટ્સમાં આ કૃતિનો સમાવેશ થવાથી જિલ્લાનું નામ ઉજાગર થયું છે.


આ સિદ્ધિ સાથે રીકી પટેલ હવે રાષ્ટ્રીય (નેશનલ) કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીની આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષક શ્રી સંદિપકુમાર સુરેશભાઈ મિસ્ત્રીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું છે. શાળા પરિવાર માટે આ ક્ષણ અત્યંત ગૌરવની છે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ સહિત હોદ્દેદારો તેમજ ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, મહામંત્રીશ્રી સતિષભાઈ આહીર સહિત તમામ હોદ્દેદારોએ વિદ્યાર્થી, માર્ગદર્શક શિક્ષક અને શાળા પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

Post a Comment

0 Comments