જનતા માધ્યમિક શાળાનો ખાસ પ્રસંગ: મા સરસ્વતીનું અનાવરણ
14મી ડિસેમ્બર, 2024:
જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળાના કેમ્પસમાં આજે ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે મા સરસ્વતીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી વનુબેન પટેલના સૌજન્યથી આ શુભ કાર્ય સાકાર થયું.તેઓ સમાજિક કાર્ય હોય કે શૈક્ષણિક, દાન કરવામાં તેમનું સ્થાન પ્રથમ હરોળમાં જ હોય છે. શાળા પરિવારે આ અવસરને વધુ ગૌરવમય બનાવતા અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે શાળા પરિવારના તમામ શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાળાના શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે આગળ વધવા માટે સર્વેને પ્રેરણા મળી.
શાળાનો અભિગમ:
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિના માર્ગ પર શાળા સતત પ્રયત્નશીલ છે. આવા પ્રસંગો માત્ર ઉત્સવ નથી પરંતુ શિક્ષણ અને જીવનમૂલ્યને વધુ ઊંડા રીતે સમજનાર સંસ્થા છે.
0 Comments