Advertisement

Responsive Advertisement

નવસારી જુનિયર હોકી ટીમ રાજ્ય ચેમ્પિયન 🏑

                   નવસારી જુનિયર હોકી ટીમ રાજ્ય ચેમ્પિયન 🏑

હોકી ગુજરાતના નેજા હેઠળ તથા હોકી રાજકોટ દ્વારા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રાજકોટ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ જુનિયર ભાઈઓ હોકી ચેમ્પિયનશીપ 2025-26માં નવસારી જિલ્લાની જુનિયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે.


સ્પર્ધા દરમિયાન નવસારી ટીમે દરેક મેચમાં દમદાર રમત રજૂ કરી. પ્રથમ મેચમાં યજમાન રાજકોટને 7-0થી પરાજિત કર્યા, સેમિફાઇનલમાં અમરેલી સામે 6-1થી ભવ્ય જીત નોંધાવી અને ફાઇનલ મુકાબલામાં દાહોદને 3-2થી હરાવી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો.

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તમામ વિજેતા ખેલાડીઓ તથા ટીમને ઉત્તમ માર્ગદર્શન આપનાર કોચ શ્રી શિરીષભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની આ સફળતાએ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી જગાવી છે અને યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. 🏑

#NavsariHockey #GujaratStateJuniorHockey #StateChampions #JuniorHockeyChampionship #HockeyGujarat #NavsariPride #ChampionsOfGujarat #HockeyIndia #YoungAthletes #SportsExcellence #khergamnews #sbkhergam #khergamblogger 

Post a Comment

0 Comments