Advertisement

Responsive Advertisement

ખેરગામ તાલુકાની ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ તાલીમ : દ્વિતિય દિવસ

 ખેરગામ તાલુકાની ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ તાલીમ :  દ્વિતિય દિવસ

આજ રોજ તારીખ 07-08-2024નાં દિને બીજા દિવસની તાલીમ પ્રાર્થના, યોગથી શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ નિપુણ બીઆરપી નિમિષાબેન આહીર દ્વારા ગુજરતી સંપુટમાં એકમ શું કરવાનું છે? કેવી રીતે ? અને શા માટે મુદ્દા પર સમજ આપવામાં આવી ત્યાર બાદ પ્રથમ વર્ગના તજજ્ઞ મિત્રો દ્વારા સંપુટ ગુજરાતીમાં,ગુજરાતી એકમ પરિચય-૧, ગુજરાતી ધોરણ ૧,૨, એકમનું જૂથ કાર્યઅંજનાબેન પટેલ, પ્રગતિ રજીસ્ટર ગુજરાતીની સમજ, ટીનાબેન પટેલ, સપ્તરંગી શનિવારની અને રમે તેની રમતની સમજ સુરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. 

ત્યાર બાદ બીજા વર્ગના તજજ્ઞ મિત્રો દ્વારા સંપુટ ગુજરાતીમાં, ગુજરાતી એકમ પરિચય-૧, ગુજરાતી ધોરણ ૧,૨, એકમનું જૂથ કાર્ય ઇન્દુબેન પટેલ, પ્રગતિ રજીસ્ટર ગુજરાતીની સમજ, સોનલબેન આહિર, સપ્તરંગી શનિવારની અને રમે તેની રમતની સમજ હંસાબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી. 

તાલીમના બીજા સેશન દરમ્યાન જિલ્લા કો-ઓર્ડીનેટર નિકેતાબેન મેડમ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રજ્ઞા વર્ગ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. 
















































































Post a Comment

0 Comments