ખેરગામ તાલુકાની ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ તાલીમ : પ્રથમ દિવસ
તારીખ 06-08-2024નાં રોજ ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાં ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ તાલીમ યોજાઈ. જેમાં પ્રથમ દિવસે ધ્યાન, પ્રાર્થના બાદ ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલે તાલીમની મહત્તા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમજ nipun brp નિમિષાબેન આહીર વર્ગસંચાલક તરીકે તેમણે સયુંકત સેશન દરમ્યાન પ્રશિક્ષણ હેતુ માર્ગદર્શન, વર્ગવ્યવહાર, નિપુણ ભારત અતંર્ગત મળેલ TLM નો શૈક્ષણિક કાર્ય દરમ્યાન ઉપયોગમાં લેવા પર ભાર મૂક્યો હતો. ત્યાર બાદ તાલીમાર્થીઓની બે વર્ગમાં વહેચણી કરી બંને વર્ગના તજજ્ઞ મિત્રો સમય પત્રક પ્રમાણે કાર્ય વહેચણી અનુસાર પ્રશિક્ષણ હેતુ, ચર્ચાપત્ર સમજ,NCF, SCF,FS,અધ્યયન નિષ્પત્તિ ગુજરાતી,અધ્યયન નિષ્પત્તિ ગણિત,મારો દિવસ જેવા મુદ્દા પર ચર્ચા સહ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. બપોર પછીના સેશન દરમ્યાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબે તાલીમ વર્ગની મુલાકાત કરી હતી. તેમણે તાલીમનો ઉપયોગ વર્ગખંડમાં બાળકો શિક્ષણ હેતુ સિદ્ધ થાય તેના ભાર આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સવારે સુચારું ચા નાસ્તો, બપોરે ભોજન અને બપોર પછીના સેશન દરમ્યાન ચાની વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી.
0 Comments