Khergam (vav ): રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
તારીખ : ૨૬-૦૧-૨૦૨૪નાં દિને રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં રાઘવા ફળિયા વાવની દિકરી ટ્વિન્કલ પરભુભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેઓ બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી CID police માં ફરજ બજાવે છે.જેમને આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે શાળાનાં પ્રોમીનન્ટ સભ્ય કૈલાસબેનનાં હસ્તે તેમનું ટ્રોફી અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શિક્ષિકા મીનાક્ષીબેન પટેલ દ્વારા રક્તપિત્ત નાબૂદી અભિયાનમાં જોડવા માટે સૌ ગ્રામજનો પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
જ્યારે નાની દિકરીનાં માતા અંજલીબેનનું સન્માન નિવૃત્ત માધ્યમિક શિક્ષક વિષ્ણુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા.
0 Comments