નાંધઈ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો.
નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા ખાતે તારીખ ૨૩/૪/૨૦૨૬ના રોજ ધોરણ-૮ના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે વિદાય લેતા વિદ્યાર્થીઓને તિલક કરી તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિવાર તરફથી દરેક વિદ્યાર્થીને ફૂલ, ફોલ્ડર અને બોલપેન અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય શિક્ષિકા સ્નેહાબેને વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી વાતો કહી આશીર્વાદ પાઠવ્યા હતા. વર્ગ શિક્ષક વિરેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓએ આઠ વર્ષ દરમિયાન શાળામાં કરેલા કાર્યોની યાદો તાજી કરી હતી અને 'તેજસ્વી તારલાઓ'ને પ્રોત્સાહિત કરી હવે પછીની હાઈસ્કૂલની સફર માટે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષક જીતુભાઈએ પણ વિદ્યાર્થીઓએ શાળાના વિવિધ કામોમાં આપેલા સહયોગની પ્રશંસા કરી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દરેક વિદ્યાર્થીએ શાળામાં વિતાવેલા પોતાના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા, તેમજ મહામંત્રીએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. કૃતજ્ઞતાના ભાવ સાથે વિદ્યાર્થીઓએ શાળાને એક સુંદર સ્મૃતિભેટ પણ અર્પણ કરી હતી.વિશેષમાં, શાળાના વિદ્યાર્થીની હેનીબેન તથા પ્રાચીબેન તરફથી શાળાની સફાઈ માટે એક 'બ્લોવર' મશીન ભેટમાં આપવામાં આવ્યું હતું, જે તેમની શાળા પ્રત્યેની લાગણી દર્શાવે છે.
વિશેષ આકર્ષણ તરીકે, વિદાય સમારંભની સાથે જ શાળાના શિક્ષિકા બહેનો સ્નેહાબેન, ભારતીબેન અને રશ્મિબેનના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે તેમના તરફથી શાળાના તમામ બાળકોને પાઉભાજીનો સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો, જ્યારે ધોરણ-૮ના વિદ્યાર્થીઓને ખાસ આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતમાં ધોરણ-૭ના વિદ્યાર્થીઓએ વિદાયગીત રજૂ કર્યું હતું. શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દ્રષ્ટિબેન અને પ્રાચીબેને સંભાળ્યું હતું.
#NandhaiPrimarySchool #Khergam #Navsari #SchoolFarewell #StudentFelicitation #Standard8 #EducationMatters #GujaratNews #SchoolEvent #FarewellCeremony #StudentLife #SchoolMemories #EducationNews #IndiaEducation #njpssnavsariofficial, #ktpsskhergam #sbnjpssmediahandler
Nandhai Primary School, Khergam, Navsari District, Farewell Ceremony, Standard 8 Students, School Event, Gujarat Schools, Student Felicitation, Education News, School Function





0 Comments