ખેરગામમાં CRC સ્તરનું નવતર વિજ્ઞાન પ્રદર્શન 2025–26નું સફળ આયોજન
ખેરગામ કુમાર શાળામાં ખેરગામ કેન્દ્રનું CRC કક્ષાનું ગણિત–વિજ્ઞાન તથા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 આજ રોજ ઉત્સાહભેર યોજાયું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું. બાળકોમાં સંશોધનક્ષમતા, નવી ટેક્નોલોજી પ્રત્યે રુચિ અને પાંગરતી પ્રતિભાને મંચ મળે તે હેતુસર દર વર્ષે યોજાતા આ પ્રદર્શનમાં પાંચ વિષયક વિભાગો—ટકાઉ આધુનિક ખેતી, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, ઇકોફ્રેન્ડલી ટેક્નોલોજી, નવીન ટેક્નોલોજી અને આરોગ્ય–સ્વચ્છતા—અંતર્ગત સર્જનાત્મક અને જ્ઞાનવર્ધક મોડેલો રજૂ થયા.
આ પ્રસંગે પૂર્વ TPEO તથા KTPSS Khergamના મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ, યજમાન શાળાના આચાર્યશ્રી અને કેળવણી નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, નિર્ણાયકશ્રીઓ તેમજ વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા. પ્રદર્શનને બાળકો અને શિક્ષકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.




0 Comments