Advertisement

Responsive Advertisement

ખેરગામના બાવળી ફળિયા પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક હેમંતભાઈ પરમારને વિદાય સન્માન અપાયું

 ખેરગામના બાવળી  ફળિયા પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક હેમંતભાઈ પરમારને વિદાય સન્માન અપાયું 

બાવળી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામના મુખ્ય શિક્ષક શ્રી હેમંતકુમાર સુમનભાઈ પરમાર 30/11/2025ના રોજ ગૌરવપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત કરી રહ્યા છે. 03/11/1967ના જન્મેલા અને 17/12/1987થી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા શ્રી પરમારે કુલ 37 વર્ષ 11 મહિના 13 દિવસની અનન્ય, સમર્પિત અને પ્રેરણાસ્પદ સેવા આપી છે. 




તેમની સેવામાં જારસોળ (ડાંગ), કાચપાડા (ઉમરગામ–વલસાડ) અને શામળા (વાવ–નવસારી) શાળાઓનો સમાવેશ થાય છે, જ્યારે 02/01/2002થી 23 વર્ષ 10 મહિનાથી તેમણે બાવળી ફળિયા શાળાને નવી ઊંચાઈએ પહોંચાડી છે. શિસ્ત, માનવ મૂલ્યો, વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને શૈક્ષણિક નેતૃત્વ માટે જાણીતા શ્રી પરમારને 02/05/2020એ રાજ્ય સ્તરે “પ્રતિભાશાળી શિક્ષક” સન્માન પ્રાપ્ત થયું હતું. શાળા પરિવાર, એસએમસી, ગ્રામજનો અને વાલીઓ તેમની દીર્ઘ અને મૂલ્યવાન સેવાઓ બદલ હૃદયથી આભાર વ્યક્ત કરે છે અને ભાવિ જીવન માટે આરોગ્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિના શુભાશિષ પાઠવે છે.


Post a Comment

0 Comments