Advertisement

Responsive Advertisement

Khergam|Vad mukhya Shala: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો

Khergam|Vad mukhya Shala: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય શાળામાં લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

તારીખ ૦૩-૦૮-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી કિરીટભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ લાઈફ સ્કીલ અતંર્ગત બાળમેળો યોજાયો.

જેમાં ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું, શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતું નુક્સાનની સમજ, હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

તેમજ શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજ વંદન માટેની પ્રવિધિનો સ્ટોલ, મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા, વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન/ઉંચાઇ માપવી, સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શા.શિ. ના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.






















Post a Comment

0 Comments