Advertisement

Responsive Advertisement

ગણદેવી તાલુકાની ઝાડી ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.

 ગણદેવી તાલુકાની ઝાડી ફળિયા પ્રાથમિક શાળા ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.


તારીખ 27-07-2024નાં શનિવારે ગણદેવી તાલુકાની ઝાડી ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી, બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શાળાનાં આચાર્ય ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Post a Comment

0 Comments