Advertisement

Responsive Advertisement

Khergam : નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ તરણ સ્પર્ધામાં ઝળકી.

                       

Khergam : નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ તરણ સ્પર્ધામાં ઝળકી.

તારીખ : ૦૪-૦૨-૨૦૨૪નાં દિને વલસાડ જિલ્લાના અતુલ કલબ ખાતે યોજાયેલ ખેલમહાકુંભમાં વલસાડની ડુંગરીનાં રહેવાસી અને નાંધઈ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધૃવિની પટેલ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં  ૧૦૦મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ, ૧૦૦મીટર બટરફ્લાયમાં દ્વિતિય અને ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ ક્રમાંક મેળવી પરિવાર, શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. 

જે માટે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત હોદ્દેદારો, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ સહિત સ્ટાફમિત્રો, શાળાનાં આચાર્યશ્રી જીતુભાઈ પટેલ સહિત શાળા પરિવાર દ્વારા ધૃવિની પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

Post a Comment

0 Comments