Advertisement

Responsive Advertisement

નાંધઈ પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો.

  

નાંધઈ પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો.

 તારીખ : ૨૨-૦૨-૨ ૦૨૪નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં બાળકોને બાળપણથી પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન મળી રહે એ  હેતુસર સેમિનાર યોજાયો. જેમાં વાવ ગામના પ્રાકૃતિક ખેતી વિષયક જાણકાર રેખાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. જમીન માટે જરૂરી પોષક તત્વો માટે કુદરતી ખાતર અને જમીનની ફળદ્રુપતા ટકાવવા અગત્યનો ભાગ ભજવે છે.તે વાત કહી હતી. તેમજ રાસાયણિક ખાતર કે દવાનો નહિવત ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. લાંબાગાળે તેનાથી થતું નુકશાન અંગે પણ બાળકોને સમજ આપી હતી. વર્મિકમપોસ્ટ ખાતર વિશે પણ બાળકોને માહિતગાર કર્યા હતા.  તેમજ દેશી ગાયની ઓળખ કેવી રીતે કરવી? તેને ગૌમાતા શા માટે કહેવામાં આવે છે? તે વિશે માહિતી આપી હતી.  ધરતીને ' માતા ' કેમ કહેવામાં આવે છે? અને તેનું જતન તથા રક્ષણ કરવા માટે બાળકોને માર્ગદર્શિત કર્યા હતા. ખેડૂતોએ ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે તે અંગે સરળ રીતે સમજ આપી હતી.




Post a Comment

0 Comments