Advertisement

Responsive Advertisement

Khergam (Juni Bhairavi school) જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં 75મો પ્રજાસત્તાક દિન ઉજવાયો.

  

Khergam (Juni Bhairavi school) જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં 75મો પ્રજાસત્તાક દિન  ઉજવાયો.

તારીખ 26/ 1 /2024 આ દિવસે જૂની ભૈરવી પ્રાથમિક શાળા ખાતે 75 મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો. જેમાં આ શાળામાં શિક્ષણ મેળવેલ દીકરી આરતીબેન ભુપતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ દીકરી સદર શાળામાં અભ્યાસ કરી એમ. એ. નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. જે શાળા માટે ગર્વની બાબત છે. જેમને આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેમનું શાળાના આચાર્ય શ્રી સવિતાબેન દ્વારા ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શોર્ય ગીત, દેશભક્તિ ગીત, અભિનય ગીત, નાટક જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વના દિને ગામના સરપંચ શ્રી, એસએમસી સભ્યો, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પાણીની ત્રણ મોટી વોટર બેગ તથા 18 ગ્લાસ આપવામાં આવ્યા હતા. ગામના સરપંચશ્રી દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી .




Post a Comment

0 Comments