Advertisement

Responsive Advertisement

ડેબરપાડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

  

 ડેબરપાડા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

તારીખ : ૨૮ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ દરમ્યાન નવસારી જિલ્લાની ખેરગામ તાલુકામાં આવેલી ડેબરપાડા  પ્રાથમિક શાળાના શૈક્ષણિક પ્રવાસનું બાળકો માટે શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિ પ્રવાસન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.



 જેમાં સારંગપુર, વિરપુર, ખોડલધામ, સોમનાથ, જૂનાગઢ (સક્કરબાગ, અશોક શિલલેખ, ભવનાથ ) અને ગિરનારની મુલાકાત લીધી હતી. ગિરનાર પર્વત પર બાળકોને રોપ વે દ્વારા માતાજીના દર્શન કરવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફર્યા હતા

આમ ડેબરપાડા પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષણમાં ઉપયોગ એવા સ્થળોની મુલાકાત લીધી હતી જે દરમિયાન શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી.

Post a Comment

0 Comments