Advertisement

Responsive Advertisement

ખેરગામ કુમાર શાળાનો ૧૩૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

       


આજ રોજ તારીખ ૦૧-૦૮-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખેરગામ ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાની સ્થાપના તારીખ ૦૧-૦૮-૧૮૮૫નાં દિને કરવામાં આવી હતી. આ શાળા માટે માટે ખેરગામ ગામનાં વતની મગનભાઈ કુંવરજી કંસારા દ્વારા ભૂમિનું દાન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ શાળાના ૧૩૮ વર્ષ પૂર્ણ થયા છે. આ શાળામાંથી શિક્ષણ લઈ શિક્ષકો, સી. એ. ઇજનેર, ડૉકટર, પ્રોફેસર, બન્યા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી સ્થાયી થયા છે.
             શાળા સ્થાપનાના શુભ અવસરે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા એક નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સુંદર કૃતિ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનો તથા ગ્રામજનો દ્વારા શાળાએ કરેલ પ્રગતિની ઝાંખી રજૂ કરી હતી.શાળાના બાળકો શાળામાં નિયમિત હાજરી આપીને ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને અંતે કેક કાપી  અને તિથીભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી. તેમજ શાળાના આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ પધારેલ સૌ મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો. 
        આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય લીનાબેન, ખેરગામ ગ્રામ પંચાયતનાં ઉપ સરપંચશ્રી  તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, નિવૃત્ત કેન્દ્ર શિક્ષક રમેશભાઈ પટેલ, ગામનાં વડીલ ઘેલાભાઈ પટેલ, અંકુરભાઈ શુકલા, ભરતભાઈ ભરતિયા, નિશાંતભાઈ, ગ્રામજનો અને એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ હાજર રહ્યા હતા.
















Post a Comment

0 Comments