Advertisement

Responsive Advertisement

નારણપોર પ્રાથમિક શાળામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી.

   

નારણપોર પ્રાથમિક શાળામાં વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો. 
            વિશ્વ વસ્તીદિવસની ઉજવણી નિમિત્તે ખેરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. કેતનભાઈ પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મહેશભાઈ લાડ, phc બહેજ સુપરવાઈઝર રસિકભાઈ પટેલ હાજર રહી  કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

               વસ્તી નિયંત્રણ, કુટુંબ નિયોજન અને ટકાઉ વિકાસના મહત્વને પ્રકાશિત કરતા ખેરગામ તાલુકા હેલ્થ સુપરવાઈઝર મહેશભાઈ લાડ દ્વારા સમજ આપવામાં આવી અને વસ્તી વૃદ્ધિ નિયંત્રણ  પર ભાર મૂકવામાં આવ્યો હતો.

           ડૉ. કેતનભાઈ પટેલ સાહેબ દ્વારા વસ્તી નિયંત્રણ બાબતે  વિદ્યાર્થીઓ અને વાલીઓને કુટુંબ નિયોજન, પ્રજનન સ્વાસ્થ્ય અને ટકાઉ વિકાસના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.વિદ્યાર્થીઓને તેમની શાળામાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 
                           વિદ્યાર્થીઓને વસ્તીના પ્રશ્નો સંબંધિત સમુદાય સેવા પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જેમાં એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો હાજર રહ્યાં હતાં.




Post a Comment

0 Comments