તા.19/12/2022 ના રોજ ચીમનપાડા પ્રા.શાળા ખાતે સહ અભ્યાસ પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોમાં જીવન કૌશલ્યો,ગાણિતિક કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુને ધ્યાન મા રાખી આનંદ મેળાનું આયોજન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આનંદમેળાનું ઉદઘાટન સરપંચશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં શાળાના બાળકો દ્વારા 20 સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. શાળાના બાળકો,શિક્ષકો તથા ગ્રામજનો એ ઉત્સાહભેર આંનંદ મેળામાં ભાગ લીધો હતો. આનંદમેળાની પૂર્ણાહુતિ બાદ બાળકો પાસેથી અભિપ્રાય અને નફો નુકસાનની વિગત મેળવવામાં આવી હતી.
0 Comments