Advertisement

Responsive Advertisement

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો.

    


તારીખ-૨૨-૧૧-૨૦૨૨નાં દિને શામળા ફળિયા સી.આર.સી. ખેરગામ ખાતે સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં સી.આર.સી.ની અગિયાર શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા, નવી ભૈરવી પ્રાથમિક શાળા, શામળા ફળિયા પ્રાથમિક શાળા, પોમાપાળ પ્રાથમિક શાળા, પહાડ ફળિયા પ્રાથમિક શાળા, રાઘવા ફળિયા પ્રાથમિક શાળા, વેણ ફળિયા પ્રાથમિક શાળા, જૂની ભૈરવી પ્રાથમિક શાળા અને વચલા ફળિયા પ્રાથમિક શાળા સામેલ છે. 

     વિજ્ઞાન મેળાનું  પ્રદર્શન શામળા ફળિયાના સી.આર.સી. શ્રી મહેશભાઈ કુંડેરા દ્વારા ખુલ્લો મુકાયો હતો. જેમાં કુલ 11 શાળાઓની વિભાગ 1 થી 5 ની 11 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં  વિભાગ-1માં.નવી ભૈરવી પ્રાથમિક શાળા , વિભાગ-2માં   વાવ પ્રાથમિક શાળા, વિભાગ-૩માં  નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ-4માં વચલા ફળિયા પ્રાથમિક શાળા અને વિભાગ-5માં શામળા ફળિયા પ્રાથમિક શાળા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી. વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ તમામ શાળાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.

આ વિજ્ઞાન મેળામાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશ કુમાર ચૌહાણ, શામળા ફળિયા સી.આર.સી કો. શ્રી મહેશભાઈ કુંડેરા ક્લસ્ટરનાં આચાર્યશ્રીઓ,શિક્ષકો અને  ભાગ લીધેલ બાળકો હાજર રહ્યા હતાં.














Post a Comment

0 Comments