નારણપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી તહેવારની ઉજવણી નિમિત્તે માટલી શણગારની સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. માટલી શણગારવા બાબતે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાર બાદ બાળકોએ પોતાની આવડત મુજબ માટલીઓ વિવિઘ રીતે શણગારી હતી. જેમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ શાળામાં વિવિધ શાળાકીય પ્રવૃતિઓ થતી હોય છે. શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ માટે વાર્ષિક આયોજન કરી શિક્ષકોના સહકારથી દર માસે વાર તહેવારોની ઉજવણી અને પ્રવૃત્તિ યોજી શાળા વાતાવરણ તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે.
0 Comments