Advertisement

Responsive Advertisement

વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમ

 દિવસ -૧ અને ૨

તારીખ :૦૩-૦૮-૨૦૨૨નાં રોજ તાલીમની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી.જેમાં ડાયટનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. શ્રી અમ્રતભાઈ પટેલ, પ્રજ્ઞા બી.આર.પી. શ્રીમતિ નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.શ્રીમતિ ટીનાબેન, હાજર રહ્યા હતા.

       તાલીમની શરુઆત કરતાં પહેલાં BRC અમ્રતભાઈ પટેલ અને ડાયટનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા શાળા તત્પરતા અંગે પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું. ત્યાર બાદ તજજ્ઞ મિત્રો દ્વારા વિદ્યા પ્રવેશની રૂપરેખાની સમજ આપવામાં આવી. 

વિદ્યા પ્રવેશ શાળા તત્પરતા તાલીમના તજજ્ઞ મિત્રો શ્રી અમ્રતભાઈ પટેલ (કુમાર શાળા ખેરગામ) શ્રીમતિ અંજનાકુમારી પટેલ (પોમાપાળ પ્રા.શાળા ખેરગામ) અને તૃષાબેન પટેલ (ગૌરી પ્રાથમિક શાળા) દ્વારા તાલીમની શરુઆત કરવામાં આવી.

તેમજ વિકાસલક્ષી ધ્યેયોમાં (૧) બાળકોમાં સારું સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવે (HEALTH AND WELLBEING અઘ્યયન નિષ્પત્તિ 3:1 થી 3:18) (૨) બાળકો અસરકારક પ્રત્યાયનકર્તા (EFECTIVE COMMUNICATION  અઘ્યયન નિષ્પત્તિ 3:1 થી 3:9) (૩) બાળકો સામેલ શીખનારા બને છે અને તેમના આસપાસના વાતાવરણ વસાથે જોડાય (INVOLVED LEARNER અઘ્યયન નિષ્પત્તિ 3:1 થી 3:30) ની સમજ આપવામાં આવી. 

બીજા સેશનમાં તાલીમની શરુઆત બળગીતથી કરવામાં આવી. ત્યારબાદ ગૃપ બનાવી શાળા તત્પરતા પ્રવૃત્તિનો ડેમો બતાવવામાં આવ્યો.અને પ્રવૃત્તિમાં મહોરાં, ચિત્રો બનાવવામાં આવ્યા. અને છેલ્લે શાળા તત્પરતા મોડ્યુલમાં સામેલ રમત રમવામાં આવી. 

આ કાર્યક્રમ દરમ્યાન તાલીમ ભવનનાં નિમાયેલ તજજ્ઞ મિત્રો દ્વારા સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી.













 































બાળવાર્તા: ઊંટ અને શિયાળ

YouTube  video: Click here

Post a Comment

0 Comments